ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે શાળા સાથે જોડવાનો એક અમૂલ્ય પ્રયત્ન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ લોકો છે જેઓ ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓના વિદ્યાર્થી હતા. શાળાએ એક એવી જગ્યા છે જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે જ્યારે તમો વિદ્યાર્થી તરીકે વિતાવેલા સમયને શાળા સાથે જોડાઈને વાગોડી શકો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જોડાવાથી તમે દેશ અને દુનિયામાં રહેતા તમારા મિત્રો સાથે સંપર્ક મેળવી શકશો.
ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા અને તેની મૂલ્યવાન સંપત્તિ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે જીવનભરનું બંધન જાળવવા માંગે છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડવા, શિક્ષકો અને હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકો આપવા, શાળા કાર્યક્રમો, શાળાની પ્રગતિ સોસાયટીની સેવાઓથી માહિતીગાર કરવાનો છે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાના અભિન્ન ભાગ છે અમને અમારા વિદ્યાર્થીઓ પર ગર્વ છે જેમને તેમની કારકિર્દીમાં વધુ ઊંચાઈઓ જોઈ છે અમારા વિદ્યાર્થીઓની સફળતા અને સિદ્ધિઓ જોઈ છે જે તેમના મજબૂત વ્યક્તિત્વને ઘડવા સક્ષમ છે આજે અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરે છે, મોટા બિઝનેસમેન છે, અને દેશમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
સોસાયટીના સભ્યો શાળાની શૈક્ષણિક પ્રક્રિયા, શાળાના વર્તમાન વિદ્યાર્થીઓ સાથે સંબંધો વિકસાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા જરૂરિયાત ઊભી થાય ત્યારે હકારાત્મક સંવાદને પ્રોત્સાહિત કરવાનો આશય છે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માનવતાવાદી સહાયનો વિસ્તાર કરવાનો છે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનમાં જોડાવાનો ઉદ્દેશ શાળા સાથે મિત્રતા કેળવવાનું અને તમારા મિત્રો સાથે સંપર્કમાં રહેવાનું છે.
અમને પણ આનંદ થશે જ્યારે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાછા આવી શકે અને વર્તમાન વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે તે જાણી શકે અને તેઓએ જે સમસ્યાનો સામનો કર્યો છે તે વિશે વાત કરી શકે. શાળા તરફથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજ્યાવામાં આવે ત્યારે તમારા સાથી મિત્રો અને શિક્ષકો સાથે રૂબરૂ મળી શકો.
ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી આ સૂત્ર સાથે ચાલે છે જે પોતાની જાતને શુદ્ધ કરે છે તે સમૃદ્ધ થશે શાળાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક સાથે લાવવાનો પ્રયાસ છે માટે આપણી પ્રિય શાળાના વિકાસમાં આપનું યોગદાન આપવા માટે સોસાયટીની આપેલ લિંક પર નોંધણી કરવા આહવાન કરીએ છીએ.