About Us

“A Brief History of the Establishment and Progress of The Surat District Muslim Education Society, an 85 Years Old Institution.”

Education and social reform are two sides of the same coin. A person is incomplete without education and how can a person contribute to the advancement of society if he is not educated?

Education teaches how to earn a daily bread and how to live life. For this purpose, a meeting was organised there on 04-07-1934 to late Khan Bahadur Sheikhali Saheb’s place.In which a very elaborate discussion was held on the educational situation of Muslims in which educated and smart people of the community were present in large numbers. As per Societies Registration Act dated on 23-06-1936 The Surat District Muslim Education Society was established.

From that day, a school was started in a rented house near Bhagal in Surat under the name of Anglo Urdu High School up to class:- 3 which gradually increased in classes. In 1945 our school was recognized by the Government and received a grant of Rs 425/ from the Government at that time 10 schools were functioning in the city.

School was shifted from Bhagal to Marwari Street Haripura Kanskiwad Surat.

On the day of 15th August 1947, when the country got independence and the country was busy in celebration,At that time the then Vice President late Advocate Ghulam Rasul Sheikh Saheb hoisted a flag on the main gate of the school.

From the day of 05-12-1952 the foundation of Anglo Urdu High School was laid and on dated 16-11-1953 the school started in this building from the second session which is functioning till date.

A mixed primary school was started from 6 June 1964. In 1972 a separate girls' high school for girls was started which is now known as Faiz AA Chakkiwala Girls High School.

Boys Primary School which is now known as Janab Qutbuddin Moallim Boys Primary School and Girls School which is now known as Janab Babubhai Sopariwala Girls Primary School have been started after closing the Mixed Primary School from academic year 1981-82.

In 2008, a kindergarten started in the name of Suraiyaben Yusufbhai Zaveri.

In 2012, a new Urdu medium school was started from Class-9 which currently runs classes from Class 9 to 12. In 2013 science stream classes were started along with the general stream which is running in Anglo Urdu High School. The classes of science are granted here.

The new committee elected in 2016-17 has given the organisation a 'new flight'. Junior, Sr. K.G. for English medium as per the demand of time. A fully English medium school has been started up to standard-10.

Thus Gujarati medium, Urdu medium and English medium schools are running .There are total 7 schools out of which two schools Anglo Urdu High School and Faiz A.A.Chakkiwala Girls High School are Granted Schools.

At present the institute has 5 computer labs, Out of which 4 computer labs have been renovated and equipped with new computers and digital AC labs with ultra-modern equipment. There are more than 12 smart classrooms with Wi-Fi facility and science labs equipped with modern equipment for science stream.

All the schools run by the institute provide quality education in a disciplined environment so that the result of the board examination of these schools is consistently higher than the schools of Fort area. The members of the committee are constantly striving to raise the educational level of the school. If we look at the history of 85 years, the institute has progressed a lot, starting with 1 class and now more than 100 classes are running in schools. Starting with 18 students, now more than 6500 students are studying. Despite all the schools equipped with physical facilities, there was a weak link. There was a missing link. Society and school had a dream.

There was no student in the school who secured more than 91 percent marks in the board exam. This dream was fulfilled when the March/April-2022 board exam was conducted and the results were out.

The society, principals, teachers and parents have contributed behind this goal of A-1 grade which has not been achieved. When the education work started in June-2021 but it was stuck between online-offline in the second wave and the third wave of Corona. In January-2022, when the schools started properly due to the reduction of corona cases, the president of the society, Mr. Palla Sir, his fellow office bearers and committee members decided that in this year the students of our school must come in A-1 grade

Jab Honsla Banaliya Unchi Udan Ka
Fir Dekhna Fuzul Hey kad Aasman Ka

The President and his committee members made a plan in a meeting with the principals of classes 10 and 12. Students are prepared to provide whatever help or expense is required for this. As a part of which, all the students of class-10 and 12 were given free question paper sets of Gala.

As a part of this planning, clever students studying in the school appearing in the board exams separate meeting was held with their parents in the month of January in which President Mr. Palla Sir gave a very motivational statement to the students and parents. The principal kept the students in separate classes and constantly focused on their educational work, their exams were conducted every day. The board exam was starting from March 28, only we got two months’ time.

What just happened in the end?

Jitne Ke Liye Junun Chahiye
Aatma Vishvas Rago me Khub Chahiye
Aasman Bhi Aayega Jamin Per
Bus Irado Me Jeet Ki Gunj Chahiye

Board result made our dream come true. One of the two granted schools ANGLO URDU HIGH SCHOOL (Gujarati medium) two students in A-1 grade (one student could not get A-1 grade for one mark) and another school FAIZ A. A. CHAKKIWALA GIRLS HIGH SCHOOL 3 students came in A-1 grade.

Apart from this, 32 students from all the schools run by the society secured A-2 grade. Which is a historical achievement of the society and schools over the years. Which can never be forgotten.

Thus the progress of the organisation is contributed by many individuals over time. Please pray that this educational Institute makes a lot of progress.

"Apne hisse ka jalate raho har ek chirag Jab kahi jamane me ujala hoga."

અમારા વિશે પરિચય

“ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી કે જે ૮૭ વર્ષ જુની સંસ્થા છે તેની સ્થાપના અને પ્રગતિનો ટૂંકો ઇતિહાસ”

કેળવણી અને સમાજસુધારા એક સિક્કાની બે બાજુ છે. તાલીમ વિના વ્યક્તિ પૂર્ણ નથી અને વ્યક્તિ તાલીમબધ્ધ ન હોય તો સમાજને કેવી રીતે આગળ લઈ જવામાં સહકાર આપી શકે?

શિક્ષણ એક રોજી – રોટી કમાવવી અને જિંદગી કઈ રીતે ગુજારવી તે શીખવે છે.આ આશયથી તા:- 04-07-1934 ના દિવસે મર્હૂમ ખાન બહાદુર શેખઅલી સાહેબને ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુસ્લિમોની શૈક્ષણિક પરિસ્થિતિ પર ખૂબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં કોમના બુધ્ધિજીવીઓ મોટી સંખ્યામાં હાજર રહયા.

સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ મુજબ તા.23-06-1936 ના દિવસે ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આજ દિવસથી એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલ ના નામથી ભાડાના મકાનમાં સુરતમાં ભાગળ પાસે ધોરણ:- ૩ સુધીની શાળા શરૂ કરવામાં આવી જેમાં ક્રમિક વધારો થતો ગયો.

1945 માં આપણી શાળાને સરકારશ્રી ધ્વારા માન્યતા આપવામાં આવી અને ગ્રાન્ટ તરીકે સરકારશ્રી તરફથી 425/ રૂપિયા મળ્યા તે સમયે શહેરમાં 10 સ્કૂલો કાર્યરત હતી.

ભાગળ પરથી મારવાડી શેરી હરીપુરા કાંસકીવાડ સુરત ખાતે શાળા તબદીલ થઈ.

15મી ઓગષ્ટ 1947 ના દિવસે જ્યારે દેશને આઝાદી મળી અને દેશ જશનમાં ડુબી ગયો ત્યારે તે વખતનાં ઉપપ્રમુખ મર્હૂમ એડ્વોકેટ જ.ગુલામ રસુલ શેખ સાહેબના હસ્તે શાળાના મુખ્ય દરવાજા પર તિરંગો લહેરાયો.

તા:- 05-12-1952 નાં દિવસથી એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલનો પાયો નાખવામાં આવ્યો અને તા:- 16-11-1953 બીજા સત્રથી આ મકાનમાં શાળા શરૂ થઈ જે આજ દિન સુધી કાર્યરત છે.

તા:- 6 જુન 1964 થી મિશ્ર પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી 1972 માં છોકરીઓ માટે અલગ ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ જેનું હાલનું નામ ફૈઝ એ.એ.ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ છે.

શૈક્ષણિક વર્ષ 1981-82 થી મિશ્ર પ્રાથમિક શાળા બંધ કરીને કુમાર પ્રાથમિક શાળા જે હાલ જનાબ કુત્બુદ્દીન મોઅલ્લીમ બોઈઝ પ્રાયમરી સ્કૂલ અને કન્યા શાળા જે હાલમાં જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ ના નામથી ઓળખાય છે.

ઈ.સ. 2008 માં સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરીનાં નામથી બાલવાડી શરૂ થઈ.

ઈ.સ. 2012 માં ઉર્દૂ માધ્યમની નવી શાળા ધોરણઃ- 9 થી શરૂ થઈ જેમાં હાલમાં ધોરણઃ 9 થી 12 નાં વર્ગો ચાલે છે.

ઈ.સ. 2013 માં સામાન્ય પ્રવાહની સાથે વિજ્ઞાન પ્રવાહનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા જે એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલમાં કાર્યરત છે. વિજ્ઞાન પ્રવાહનાં વર્ગો ગ્રાન્ટેડ છે.

ઈ.સ. 2016-17 માં ચુંટાયેલી નવી કમિટીએ સંસ્થાને એક નઈ ઉડાન' આપી છે. સમયની માંગને અનુરૂપ અંગ્રેજી માધ્યમ માટે જુનિયર, સિનિયર કે.જી. થી શરૂઆત કરીને હાલમાં ધોરણ:- 10 સુધી સંપૂર્ણ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરી છે.

આમ ગુજરાતી માધ્યમ, ઉર્દૂ માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ સંસ્થાથી ચાલુ રહી છે. કુલ 7 શાળાઓ છે જે પૈકી બે શાળા એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલ અને ફૈઝ એ.એ.ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળા છે.

હાલમાં સંસ્થા પાસે 5 કમ્પ્યુટર લેબ છે જે પૈકી 4 કમ્પ્યુટર લેબ રિનોવેટ કરી નવા કમ્પ્યુટર સાથે ડિજિટલ AC વાળી લેબ ને અતિ આધુનિક સાધનો સાથે સજ્જ કરેલ છે. વધુમાં વાયફાઈ સાથે ની સુવિધા સાથે 16 થી વધારે સ્માર્ટક્લાસ અને અતિ આધુનિક સાધનોથી સજ્જ વિજ્ઞાન પ્રવાહ માટે સાયન્સલેબ છે.

સંસ્થા સંચાલિત તમામ શાળાઓ એક શિસ્તમય વાતાવરણમાં ગુણવત્તાસભર શિક્ષણ આપે છે, જેથી બોર્ડની પરીક્ષાનું પરિણામ કોટ વિસ્તારની શાળાઓ કરતાં આ શાળાઓનું સતત ઉંચું આવે છે. શાળાનું શૈક્ષણિક સ્તર ઉંચું લાવવા કમિટીનાં સભ્યો સતત પ્રયત્નશીલ રહે છે.

આમ આપણે ૮૭ વર્ષના ઈતિહાસ પર નજર નાંખીએ તો સંસ્થાએ ખુબ પ્રગતિ કરી ૧ વર્ગથી શરૂઆત કરી હાલની શાળાઓમાં ૧૦૦ થી વધુ વર્ગો ચાલે છે. ૧૮ વિદ્યાથીઓથી શરૂઆત કરી હાલ માં ૬૫૦૦ થી વધુ વિદ્યાથીઓ ભણે છે. ભૌતિક સુવિધાઓથી સજજ તમામ શાળાઓ આટલું બધું હોવા છતાં એક કમજોર કડી હતી એક ખૂટતી કડી હતી સોસાયટી અને શાળાનું એક ડ્રીમ (સ્વપ્ન) હતું તે એ હતું કે શાળામાં બોર્ડની પરીક્ષામાં ૯૧ ટકાથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી કોઇ ન હતો? આ સ્વપ્ન, આ ડ્રીમ માર્ચ/એપ્રિલ-૨૦૨૨ ની બોર્ડની પરીક્ષા લેવાય અને જયારે તેનું પરિણામ આવ્યું ત્યારે પૂર્ણ થયું. આ એ-૧ ગ્રેડ નો ગોલ એમજ પૂર્ણ નથી થયો તેની પાછળ સોસાયટી, આચાર્યો, શિક્ષકો અને વાલીઓનો ફાળો રહેલો છે. જુન-૨૦૨૧ માં જયારે શિક્ષણ કાર્ય શરૂ થયુ પરંતુ કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેરમાં ઓનલાઈન-ઓફલાઈન વચ્ચે શિક્ષણ અટવાતુ હતું. જાન્યુઆરી-૨૦૨૨ માં કોરોના કેસ ઓછા થતા શાળાઓ વ્યવસ્થિત રીતે શરૂ થઈ ત્યારે સોસાયટીનાં પ્રમુખ જનાબ પલ્લા સાહેબ તેમના સાથી હોદ્દેદારો અને કમિટી સભ્યો એ નિર્ણય કર્યો કે આ વર્ષ એ-૧ ગ્રેડમાં આપણી શાળાના વિદ્યાર્થીઓ જોઈએ જ?

જબ હોંસલા બનાલિયા ઊંચી ઉડાન કા
ફીર દેખના ફૂજુલ હૈ કદ આસમાન કા

પ્રમુખ સાહેબ અને તેમના સભ્યોએ ઘોરણ-૧૦ અને ૧૨ ના વર્ગો વાળા આચાર્યો સાથે મીટિંગ કરી એક પ્લાન બનાવ્યો. વિદ્યાથીઓથી પાસે તૈયારી કઈ રીતે કરાવવી આ માટે જે કોઈ મદદ કે ખર્ચ ની જરૂર હોય તે આપવા માટે તૈયાર થયા. જેના ભાગરૂપે ઘોરણઃ-૧૦ અને ૧૨ ના તમામ વિદ્યાથીઓથી ગાલાનાં પ્રશ્નપત્ર સેટ મફતમાં આપવામાં આવ્યા.

આ આયોજનમાં ભાગરૂપ બોર્ડની પરીક્ષા આપનાર શાળામાં અભ્યાસ કરતા હોશિયાર વિદ્યાથીઓથીને અલગ કરી જાન્યુઆરી માસમાં જ તેમના વાલીઓ સાથે એક અલગ મીટિંગ કરી જેમાં પ્રમુખ પલ્લા સાહેબે વિદ્યાર્થી અને વાલીઓને ખુબ જ મોટીવેશનલ વક્તવ્ય આપ્યું આચાર્ય દ્રારા વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડીને તેમનાં શિક્ષણ કાર્ય પર સતત ઘ્યાન, દરરોજ તેમની પરીક્ષાઓ લેવામાં આવતી. બોર્ડની પરીક્ષા ૨૮ માર્ચથી શરૂ થતી હતી ફકત અમને બે માસ નો જ સમય મળ્યો હતો.

અંતે બસ શું થયું?

જીતને કે લીયે જુનુન ચાહીએ
આત્મ વિશ્વાસ રગો મેં ખુબ ચાહીયે
આસમાન ભી આયેગા જમીન પર
બસ ઈરાદો મેં જીત કી ગુંજ ચાહીએ

બોર્ડનું પરિણામ આવતા અમારું સ્વપ્ન સાકાર થયું. બે ગ્રાન્ટેડ શાળા પૈકી એક એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલ (ગુજરાતી માધ્યમ) માં વર્ષ ૨૦૨૧-૨૨ માં એ-૧ ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ અને બીજી શાળા ફૈઝ એ. એ. ચકકીવાલા ગર્લ્સ હાઈસ્કૂલના ૩ વિદ્યાર્થીનીઓ એ-૧ ગ્રેડ માં આવી અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ફૈઝ એ. એ. ચકકીવાલા ગર્લ્સ હાઈસ્કૂલની ૨ વિદ્યાર્થીનીઓ એ-૧ ગ્રેડ માં આવી.

આ ઉપરાંત સોસાયટી સંચાલિત તમામ શાળાઓ માંથી વર્ષ ૨૦૨૧-૨૨ માં ૩૨ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા. વર્ષ ૨૦૨૨-૨૩ માં તમામ શાળાઓમાં કુલ ૩૩ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા જે સોસાયટી અને શાળાઓની આટલા વર્ષોમાં મેળવેલી એક ઐતિહાસિક સિધ્ધી છે. જે કદી ભૂલી ન શકાય.

આમ સંસ્થાની પ્રગતિમાં સમય પ્રમાણે અનેક વ્યક્તિઓનો ફાળો રહેલો છે. આ શિક્ષણરૂપી વટવૃક્ષને ખુબ જ પ્રગતિ મળે એવી દુઆ.

અપને હિસ્સે કા જલાતે રહો હર એક ચિરાગ
જબ કહીં જમાને મેં ઉજાલા હોગા!