ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એડ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં કોમ્પ્યુટર ક્લાસની શરૂઆત.
ગુજરાત સરકારે વર્ષ 1998 માં શાળાઓમાં કોમ્પ્યુટર વિષય દાખલ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો. સૌપ્રથમ માધ્યમિક વિભાગમાં કોમ્પ્યુટર વિષયની શરૂઆત કરવી એવું નક્કી કરવામાં આવ્યુ. કોમ્પ્યુટરનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવા માટે કોમ્પ્યુટર લેબ ની જરૂરિયાત ઊભી થઈ. સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઇસ્કુલ ગુજરાતી માધ્યમમાં સૌપ્રથમ તારીખ 01-08-2000 ના રોજ પ્રથમ કોમ્પ્યુટર લેબ મોલાના ખલીલ અહમદ રાંદેરી સાહેબના મુબારક હસ્તે દુઆઈ મજલીસથી કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું. આજ વર્ષે ગર્લ્સ હાઇસ્કુલ માં પણ કોમ્પ્યુટર લેબ ની શરૂઆત કરી. બંને શાળા મળીને 25 કોમ્પ્યુટર હતા. વર્ષ 2002માં પ્રાથમિક શાળાઓ બોઇઝ પ્રાઇમરી અને ગર્લ્સ પ્રાઇમરીમાં પણ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી. તમામ શાળા મળી કુલ 60 કોમ્પ્યુટર સોસાયટી પાસે હતા સરકારશ્રીના આદેશ મુજબ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ કોમ્પ્યુટર વિષય દાખલ થતા એંગલો ઉર્દુ હાઈસ્કૂલમાં બીજા માળે નવી કોમ્પ્યુટર લેબ ની શરૂઆત કરી.
વર્ષ 2007માં નવા અભ્યાસક્રમ મુજબ ટેકનોલોજીને અપગ્રેટ કરી નવા કમ્પ્યુટર સાથે એંગલો ઉર્દુ હાઈસ્કૂલમાં 38 કોમ્પ્યુટર સાથે બન્ને લેબને મર્જ કરી નવી કોમ્પ્યુટર લેબ ની શરૂઆત થઈ. સરકાર તરફથી પણ 11 કોમ્પ્યુટર અને એક 40 ઇંચ એલ.ઇ.ડી મોનિટર સાથે કોમ્પ્યુટર બાળકોના હિત માટે મફતમાં મળ્યા.
નવા અભ્યાસક્રમ નવી ટેકનોલોજી નવા સોફ્ટવેર માટે શમયાંતરે કોમ્પ્યુટર ને અપગ્રેટ કરવામાં આવયા. વર્ષ 2022માં પ્રમુખ જનાબ મહેબુબભાઇ પલ્લા સાહેબના નેતૃત્વમાં તમામ શાળાઓમાં નવા કોમ્પ્યુટર, નવા ફર્નિચર, એરકન્ડિશન તથા આધુનિક લુક સાથે આકર્ષક ચાર કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી જેમાં કુલ 53 નવા કોમ્પ્યુટર આપવામાં આવ્યા. હાલમાં સોસાયટી પાસે તમામ શાળાઓ મળી 180 કોમ્પ્યુટર કાર્યરત છે જેમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષય શીખવવામાં આવે છે.
કોમ્પ્યુટર શિક્ષણની ઉપયોગિતાના મુખ્ય મુદ્દાઓ.
આજના વિશ્વમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. ખાસ કરીને જ્યારે શિક્ષણની વાત આવે છે વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આજકાલની તકનીકી પ્રગતિ સ્વીકારવાની જરૂર છે શિક્ષણને પણ ટેકનોલોજી ની અસર થઈ હોવાથી દરેક વિદ્યાર્થીઓના જીવનનો અભિનન ભાગ બની જાય છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં તેમની શાળામાં કોમ્પ્યુટરની જરૂર છે. આધુનિક વિશ્વના વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિના અભ્યાસની કલ્પના કરી શકતા નથી. વિદ્યાર્થીને કાર્યક્ષમ બનાવવા ખૂબ જ જરૂરી છે.
આજની શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ભણતરને સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહી છે તેના પર ટૂંકી નજર નાખો તો શિક્ષણમાં કોમ્પ્યુટરનાં લાભો અને ઉપયોગો નીચે પ્રમાણે છે.
- વિદ્યાર્થીઓ કોમની શાળાનો અભ્યાસક્રમ અને ઓનલાઇન સંશોધન કરવાની સગવડ મળે છે.
- વિદ્યાર્થીઓની કામગીરીમાં સુધારો થાય છે.
- સંશોધન અને માહિતી ઝડપથી એક્સેસ કરી શકે છે.
- કોઈ વિષય પર ઓનલાઇન સંસાધનો ઉપલબ્ધ કરી શકે છે.
- વિદ્યાર્થીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
- વિદ્યાર્થીઓની શાળા, કોલેજ, યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા કરવા અરજી કરવી અને માહિતી મેળવવી સરળ બને છે.
- વિદ્યાર્થી પોતાનો અભ્યાસ સમયપત્રક નક્કી કરી શકે છે ટેકનોલોજી અને ઇન્ટરનેટ ના સંયુક્ત ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ અને ધંધા રોજગાર ની સારી તકો મેળવી શકે છે.
- કોમ્યુનિકેશન માં સરળતા પડે છે.
- કોમ્પ્યુટર ટેકનોલોજી વિદ્યાર્થીઓને ખુબ ટૂંકા ગાળામાં વધુ શીખવવા માટે સક્ષમ બનાવે છે.
- વિદ્યાર્થીઓને કાર્ય કરવામાં સરળતા પડે છે.
- કમ્પ્યુટર એ આજે વિદ્યાર્થીઓ અને આવનાર પેઢીઓ માટે ઉત્તીમ રોકાણ છે.